હળવદના ઢવાણ ગામે બબાલ થતા બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ તાલુકાના ઢવાણ ગામે અગાઉ ફરીયાદ દાખલ કરેલ હોય જે બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા બંને પક્ષો દ્વારા ઝપાઝપી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણ ગામે રહેતા અશ્વીનભાઈ વજાભાઈ દુધરેજીયા (ઉ.વ.૨૩) એ આરોપી અશ્વીનભાઇ પ્રવિણભાઇ સાકરીયા, સંજયભાઇ દિનેશભાઇ સાકરીયા, અજયભાઇ ધીરજભાઇ સાકરીયા, ભરતભાઇ ગોવિંદભાઇ સાકરીયા, અમરશીભાઇ મોહનભાઇ સાકરીયા, રમેશભાઇ ઠાકરશીભાઇ છોગાળા અને દિનેશભાઇ જેઠાભાઇ સાકરીયા રહે બધા ઢવાણા તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૩-૨૦૨૪ ના રોજ ફરીયાદી ઉપર આરોપી અજયભાઇની બેને છેડતીની ફરીયાદ કરેલ હોય જેના મનદુઃખના કારણે આરોપી અશ્વીનભાઈ, સંજયભાઈ, અજયભાઇ,ભરતભાઈએ ફરીયાદી હોળીના દશૅન કરવા ગયેલ ત્યાં જઇ એક સંપ કરી ફરીયાદીને ઢીંકા પાટુનો મુઢમાર મારી તથા ગામમા ફરીયાદના ઘરની શેરીમા આરોપીઓ આવી આરોપી સંજયભાઇએ લાકડાના ધોકા વતી સરોજબેનને કપાળના ભાગે ઈજા કરી તથા આરોપી અમરશીભાઈએ દક્ષાબેનને માથાના ભાગે ધોકા વતી ઇજા કરી તથા આરોપી રમેશભાઈ તથા દિનેશભાઇએ વેરશીભાઇને લોખંડના પાઇપ વતી માથાના ભાગે તથા પીઠના ભાગે તથા આરોપી દિનેશભાઈએ માનસંગભાઇને લોખંડના પાઇપ વતી જમણા હાથે ઇજા કરી હતી . આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામા પક્ષે ફરીયાદ હળવદ તાલુકાના ઢવાણ ગામે રહેતા મનસુખભાઇ અમરશીભાઈ સાકળિયા (ઉ.વ.૪૦) એ આરોપી મહેશભાઇ વેરશીભાઇ દુધરેજીયા, માનસંગભાઇ ખુશાલભાઇ દુધરેજીયા, અશ્વિનભાઇ વજાભાઇ દુધરેજીયા, પ્રવિણભાઇ વજાભાઇ દુધરેજીયા, મકાભાઇ વેરશીભાઇ દુધરેજીયા, નિકુલભાઇ માનસંગભાઇ દુધરેજીયા, વેરશીભાઇ મગનભાઇ તમામ રહે, ઢવાણા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં આરોપી નં (૧) થી (૪) નાઓ આવી ફરીયાદીની ભત્રીજીએ અગાઉ ફરીયાદ દાખલ કરેલ જે બાબતે મનદુ:ખ રાખી ફરીયાદીને તથા સાથીઓને અગાઉ ખોટો ગુન્હો દાખલ કેમ કરાવેલ તેમ કહી ગાળો બોલાવા લાગતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી મહેશભાઈએ આવેશમા આવી ફરીયાદીના પિતાને લોખંડના પાઇપનો એક ઘા ડાબા હાથ ઉપર મારી ગંભીર ઇજા કરેલ તથા આરોપી માનસંગભાઇએ તેમના હાથમા રહેલ લાકડાનો ધોકો ફરીયાદીના પિતાને ડાબા હાથે મારી ફેકચર જેવી ગંભીર ઈજા કરેલ તથા આરોપી અશ્વિનભાઈ એ ફરીયાદીને માથાના ભાગે ડાબી બાજુ તલવારનો ઘા મારી ઇજા કરી લોહી કાઢેલ જેથી ફરીયાદીની પત્નિ વચ્ચે પડતા આરોપી પ્રવિણભાઇએ તેના હાથમા રહેલ લાકડી વડે ફરીયાદીની પત્ની ભાવનાબેનને ડાબા હાથ ઉપર એક ઘા મારી ઇજા કરતા ફરીયાદીના કુંટુંબી ભાઈ મુકેશભાઈ તથા ભાભી સવિતાબેન આવી આરોપીઓને સમજાવવા જતા આરોપી પ્રવિણભાઇએ ફરીયાદીના કુંટુંબી ભાઈ મુકેશભાઈને માથાના ભાગે એક લાકડાનો ઘા મારી લોહી કાઢી ઈજા કરેલ તે દરમ્યાન પાછળથી આરોપી મકાભાઈ, નિકુલભાઈ, વેરશીભાઈએ આવી આરોપી મહેશભાઈ, માનસંગભાઇ, અશ્વિનભાઈ, પ્રવિણભાઇનાનુ ઉપરાણુ લઈ ફરીયાદી તથા સાથીઓને ગાળો બોલી આરોપી નિકુલભાઈએ તેના હાથમાં રહેલ લાકડી ફરીયાદીની પત્નિના ડાબા હાથે ઘા મારી દિધેલ અને આરોપી મકાભાઈએ સવિતાબેનને છુટુ નડીયાનો ઘા મારી કપાળના ભાગે ઈજા કરી, લોહી કાઢી ઈજા પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.