હળવદના ધનાળા પાટીયા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત ; બેના મોત
હળવદ: હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા નજીક ગત મોડી રાત્રે ટ્રેક્ટર નંબર- જીજે.એફ.-૫૮૪૩ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-બીબી-૬૮૫૫ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે ગોરધનભાઈ રવજુભાઈ કણઝરીયાનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે ત્રિભુવનભાઈ નાનજીભાઈ કણઝરીયાને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.