હળવદના ચુંપણી ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં આરોપીની વાડીની અંદરથી દેશી બંદૂક સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં રહેતા આરોપી વશરામભાઇ ભુરાભાઈ મકવાણા (ઉ.વ.૩૭)ની વાડી અંદરથી દેશી હાથ બનાવટી બંદુક નંગ -૦૧ કિં રૂ. ૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.