Monday, December 23, 2024

હળવદના ચરાડવા ગામે રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે અદાણી સી.એન.જી. ગેસ પંપની સામે રોડ ઉપર સીએનજી રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા જગદીશભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ‌ ૪૧) એ આરોપી રીક્ષ નંબર -GJ-36-W-0767 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદીનો સાળો કપિલભાઇ વાલજીભાઇ ચાવડા ઉ.વ.૨૭ રહે. રેસા સેનટરીવેર કારખાનું, ઉંચી માંડલ નેકસોન કંપની પાછળ, કંપનીના સ્વાટર્સમાં તા.જી. મોરબી મુળ રહે. પાટડી દલીત વાસ, તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળો મોરબી થી ચરાડવા બાજુ તેના કબ્જા ભોગવટા વાળુ હિરો સ્પ્લેન્ડર+ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-AK-1678 લઇને જતો હતો ત્યારે રીક્ષા રજીસ્ટર નંબર GJ-36-W-0767 ના ચાલકે પોતાના હવાલા વાળી રીક્ષા પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારથી ચલાવી સામેથી હળવદ તરફથી આવી અકસ્માત કરી ફરીયાદીના સાળાને શરીરે માથાના પાછળના ભાગે તથા હાથે પગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી નાસી ગયો હતો જેથી આ બનાવ અંગે મૃતકના બનેવી જગદીશભાઇએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ), તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર