મેરુપર ગામમાં લોક કલાકાર કમલેશ પરમારના રાસ ગરબા, લોકગીતોના કાર્યક્રમોએ લોકોને રસ તરબોળ કર્યા
મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.
તાજેતરમાં હળવદ તાલુકામાં ચરાડવા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ પરંપરાગત રાસ ગરબા, સ્વચ્છ ભારત અભિયાન, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ કાર્યક્રમ, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા.
આ ઉપરાંત હળવદ તાલુકાના મેરૂપર ગામમાં સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજનનો ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ તેમજ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો.
કાર્યક્રમના અંતે લોક કલાકાર કમલેશ પરમારને ચરાડવા ગ્રામ પંચાયત અને મેરૂપર ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી, અમરેલી, ભડિયાદ - જવાહર, ત્રાજપર-માળિયા વનાળીયા, મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના દાખલાને લગત કામગીરી માટે તેમના વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીએથી તલાટી મંત્રી દ્વારા આપની કામગીરી સરળતાથી થઇ શકશે.
તેથી જાહેર જનતાને આ સુવિધાનો લાભ ત્યાંથી લેવા...
(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે આજે ખુશખબર છે. ભાઈ કા અડ્ડાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં એક ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. તો આ ઓફર્સનો લાભ જરૂર લ્યો.
ભાઈ કા અડ્ડા નાસ્તા હાઉસ એ એક એવી જગ્યા છે. જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવતો નાસ્તો મળી...
પોલીસ ફરિયાદ માટે કુટબોલની જેમ બહુ ફેરવ્યા હવે, પ્રજાના અવાજને કોઈ દબાવી નહીં શકે
પ્રજાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગીલી દંડાની જેમ ફરીયાદ માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના અને પોલીસ અધિકારીઓની કચેરીના ધક્કા ખવડાવાતા હતા એ સમય પુરો થઈ ગયો છે. રાજ્ય સરકારે પ્રજાના અવાજને કોઈ દબાવી ના...