હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પોલીસ
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના આશરે ૫ તોલા કિ.રૂા. ૧,૯૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી તમામ મુદામાલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાજકુમાર ભગવાનર્સિંગ સાગર ઉ.વ.૨૬ હાલ રહે. ગોપાલનગર સોસાયટી, ઇશ્વરનગર રોડ ઉપર, ચરાડવા ગામ, તા.હળવદ જી.મોરબી મુળ ગામ, ડૌરાઇ ગામ, તા.અતરોલી જી.અલીગઢ ઉત્તરપ્રદેશવાળાને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી સોનાના દાગીના (૧) કાનમાં પહેરવાના સોનાના કોકરવા નંગ-૨ આશરે દોઢ તોલાના કિ.રૂ.૫૭,૦૦૦/-, ગળામાં પહેરવાની સોનાની મગમાળા નંગ ૦૧ આશરે સાડા ત્રણ તોલાની કિ.રૂા.૧,૩૩,૦૦૦/- એમ કુલ કિ.રૂા.૧,૯૦,૦૦૦નો મુદામાલ રીકવર કરેલ છે.