હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પોલીસ
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી માતાજીના આશ્રમમાં થયેલ ચોરીના ભેદને ઉકેલવા હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી તે દરમ્યાન હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે રાજુસિંગ રાઠવા રહે. ઝારખડી ફળીયા ડોલરીયા ગામ તા. જી. છોટાઉદેપુર વાળાને ઝડપી પાડી હળવદ પોલીસે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.