હળવદના ભલગામડા ગામે આધેડને આઠ શખ્સોએ પાઈપ વડે માર માર્યો
હળવદ: હળવદના ભલગામડા ગામે આધેડની વાડીમાં જઈ આઠ શખ્સોએ આધેડ લોખંડના પાઇપ વડે મારમારી આધેડ અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા (ઉ.વ.૪૫) એ આરોપી ઈંદ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા, યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા, પ્રવિણભાઇ બનેસંગભાઇ ભાટીયા, ગણપતભાઇ ઘનશ્યામભાઇ ભાટીયા, મહાવીરભાઇ ઉર્ફે મુનો નારાયણભાઇ ભાટીયા, ઉમેદભાઇ પ્રવિણભાઇ ભાટીયા રહે બધા ગામ ભલગામડા તા હળવદ,તથા જયપાલભાઇ કાળુભાઇ ભાટીયા રહે- ઘનશ્યામપુર તા- હળવદ તથા અજાણ્યો ઇસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી આરોપીઓએ ફરીયાદીને તથા તેના પુત્રને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીને આરોપીઓએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.