હળવદના યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવી લુંટેરી દુલ્હન નાસી જતા ગુન્હો દાખલ
ટંકારા તાલુકાના જીવાપર ગામે આવેલ કંટાળાવાળા મેલડી માતાજીના મંદિર નજીક હળવદના ચરાડવા ગામના યુવકે સાથે આરોપીઓએ કાવતરું રચી યુવકના આરોપી મહિલા સાથે લગ્ન કરાવી આરોપીઓએ યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવી બીજા દિવસે આરોપી મહિલા યુવકના ઘરેથી જતી રહી બાદ બધા આરોપીઓને ફોન કરતા ફોન ન ઉપાડતા આરોપીઓએ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશભાઈ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી મુકેશભાઇ જીવાભાઇ ચાવડા રહે.પીપળા તા.ધાગધ્રા જી.સુરેન્દ્રનગર તથા તુલશીબેન ગોસાઇ, જોશનાબેન રહે. બંન્ને રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી મુકેશભાઇએ લગ્ન માટે આરોપી તુલશીબેન તથા જોશનાબેનને મળાવી ફરીયાદિને આરોપી તુલશીબેન સાથે લગ્ન (ફુલહાર) કરાવી અને આ લગ્ન (ફુલહાર) પેટે આરોપીઓએ ફરીયાદી પાસેથી રુપીયા ૧ લાખ લીધેલ અને ફરીયાદિના ઘરેથી બીજા દીવસે આરોપી તુલશીબેન જતા રહેલ અને બાદ બધા આરોપીઓને ફોન કરતા ફોન ન લાગતા આરોપીઓએ ફરીયાદી પાસેથી ૧ લાખ રૂપીયા લઇ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.