હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ સરકારી દવાખાના પાછળથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ ભવાની મેડીકલ પાસે રહેતા સતીષભાઈ કરશનભાઇ ખાભલા (ઉ.વ.૩૫)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩- કયું ક્યું -૬૨૫૯ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.