Thursday, January 16, 2025

હળવદમાં યુવક અને તેના મિત્ર પર સાત શખ્સોનો છરી વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદમાં મોરબી ચોકડી કનૈયા હોટલ પાસે યુવકના ઓળખીતા સાથે કેટલાક શખ્સો ઝગડો કરતા હોય જેથી યુવક તથા તેનો મિત્ર આરોપી શખ્સોને સમજાવવા જતા શખ્સોએ યુવક અને તેના મિત્ર પર છરી ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામ ગામે રહેતા ઓમદેવસિંહ હરપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૪) એ આરોપી મયુર રાઠોડ, મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર, અફજલ સંધી, કાનો રાવલ રહે બધા હળવદ જી મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી ના ઓળખીતા મોદી દલવાડી સાથે આરોપીઓ જગડો કરતા હોય જેથી ફરીયાદી તથા સાહેદ આરોપીઓને સમજાવતા આરોપીઓ એક સંપ કરી ગેરકાયદેસર મંડણી રચી પ્રાણધાતક હથીયાર ધારણ કરી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જગડો કરી આરોપી મયુર રાઠોડે છરી વતી ફરીયાદીને ડાબા હાથમા કાંડામા તથા હથેળીમા તથા ડાબા ખંભાના ભાગે તથા જમણી બાજુ છાતીના ભાગે તથા ડાબી બાજુ ડોકના ભાગે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ સાહેદ હરદેવસિંહને આરોપી મયુરે છરી વતી નાક ઉપર તથા જમણી આંખ નીચે ગાલ ઉપર મારી ફેકચર જેવી ઇજાઓ કરી તથા આરોપી અમન પરમારે છરી વતી સાહેદ હરદેવસિંહને જમણા હાથના કાડા પાસે તથા ડાબા કાન પાસે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ અન્ય આરોપીઓ ફરી તથા સાહેદને પકડી રાખી ધોકાથી મારી શરીરે મુઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ઓમદેવસિંહે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મોહિત પરમાર,અમન પરમાર, જય પરમાર, તથા અફજલ સંધીની અટકાયત કરેલ છે. જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર