હળવદમાં મહિલા પર બે શખ્સોનો હુમલો
હળવદ: હળવદ દશામાના મંદિર પાસે મહિલા પર બે શખ્સોએ હુમલો કરી મહિલાને ધોકા વડે તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા શારદાબેન રમેશભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) એ આરોપી લક્ષ્મણભાઈ નરશીભાઈ બાલાસણીયા તથા મહેશભાઈ નરશીભાઈ બાલાસણીયા રહે. બંને ઇશનપુર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૯-૨૦૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ફરીયાદીના દિકરી સમતાએ કોર્ટમા કેસ કેમ કરેલ છે તેમ કહી આરોપી લક્ષ્મણભાઈ તથા મહેશભાઈનાઓએ ઢીકાપાટુનો માર મારી તથા આરોપી મહેશભાઈએ ધોકાથી ફરીયાદીને પેટના ભાગે મારી ફરીયાદીને તથા સાહેદ સમતાને મુંઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શારદાબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.