હળવદમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી આધેડ સહિત પરીવારને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો
હળવદ: હળવદમાં અગાઉના ઝઘડાનુ મનદુઃખ રાખી ચાર શખ્સોએ આધેડને તથા તેના દિકરાને અને દિકરાની વહુને તેમજ તેમની દિકરીને લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે આધેડે ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદમાં શનીદેવના મંદિર પાસે રહેતા જગદીશભાઇ ભનુભાઇ વાણસકીયા (ઉ.વ.૪૫) એ આરોપી મનાભાઈ મોહનભાઈ બાવાજી, સનાભાઈ મોહનભાઈ બાવાજી, ભરતભાઈ ધુળાભાઈ બાવાજી તથા પ્રભુભાઈ ભરતભાઈ બાવાજી રહે. બધા હળવદ કાંટાની પાછળ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના આઠથી સવા આઠેક વાગ્યાના સુમારે ફરીયાદીને આરોપી સાથે અગાઉ સામાન્ય ઝઘડો થયેલ હોય જેનુ મનદુ:ખ રાખી ચારે આરોપી હાથમાં લાકડાના ધોકા લઈ આવી ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી ફરીયાદીને તથા ફરીયાદીના દિકરાને તથા દિકરાની પત્નીને તથા દિકરીને શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી તથા ફરીયાદીના દિકરાની પત્નીને કપાળથી ઉપર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જગદીશભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ચારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.