હળવદમાં બે માથાભારે શખ્સોએ કરેલ દબાણ દૂર કરાયુ
હળવદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બે માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીન પર દબાણ કરી દુકાનો બનેલ હોય જે મામલતદારની હાજરીમાં દુકાનો હટાવી દબાણ દૂર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ગૃહમંત્રી દ્વારા અસમાજીક તત્વોની યાદિ તૈયાર કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવઘણ ગણેશભાઈ ઉદેચા તથા રાજુ નવઘણભાઇ ઉદેચા રહે બંને રાણેકપર તા.હળવદ વાળા બંને ઇસમો વિરુધ્ધમાં ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ છે. જે બંને ઈસમોએ હળવદ નગરપાલિકાની સરકારી જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા આ જમીન સરકારી હોય જે ખાલી કરાવવા મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ કરાવી આજે બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી ખાલી કરી આપેલ હોય જે જગ્યાએ મામલતદાર હળવદની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે.
જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 72,314/ નું દબાણ કરી પાકી દુકાનો_4 બનાવેલ જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું છે.