હળવદમાં બે ભાઈઓને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યા
હળવદ: હળવદના ટીકર રોડ પર મકારી હનુમાનજી પાસે યુવકની વાડીના શેઢે વાડીની વાડ ઉપર આરોપીના ઢોરા આવી જતા યુવકે ઢોરા કાઢવાનું કહેતા આરોપીઓને સારૂ ન લાગતા યુવક તથા તેના ભાઈને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા રોનકભાઈ શશીકાંતભાઈ ચાવડા (ઉ.વ.૨૧) એ આરોપી રાયમલભાઈ રાણાભાઇ ભરવાડ તથા મહાદેવભાઈ અરજણભાઇ ભરવાડ રહે. બંને હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના હવાલાવાળી વાડીની વાડ ઉપર બને આરોપીઓના ઢોરા આવી જતા જે ઢોરા બહાર કાઢવાનુ ફરીયાદીએ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદીની વાડીમાં અપપ્રવેશ કરી ફરીયાદીને ગાળો આપી ફરીયાદી તથા ફરીયાદીના ભાઇને ઢીંકા પાટુનો મુંઢમાર કરી લાકડી વડે ફટકાર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.