Friday, September 20, 2024

હળવદમા સુપર કેરી ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે રોડ ઉપર સુપર કેરી ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી સુપર કેરી ગાડીના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શિરોઈ ગામે રહેતા મનોજભાઇ મોહનભાઈ શિહોર (ઉ.વ.૪૨) એ આરોપી સુપર કેરી ગાડી જેના રજીસ્ટર નંબર -GJ-36-N-2114 વાળાના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૨-૨૦૨૩ ના રોજ સવારના પોણા અગિયારેક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલા વાળી સુપર કેરી ગાડી જેના રજી. નં. GJ-36-V-5113 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કાવુ મારતા ફરીયાદીના ભાઇ સુરેશભાઇ મોહનભાઇના હવાલા વાળા મોટરસાયકલ GJ-36-N- 2114 વાળા સાઇડ કાપવા જતા મોટરસાયકલ સાથે ભટકાડી પાડી દઇ માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઇએ આરોપી સુપર કેરી ગાડીના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર