હળવદમાં રહેણાંક મકાનમાંથી રૂ.1.37 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી
હળવદ: હળવદ મહર્ષિ ટાઉનશિપમા યુવકના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.૧,૩૭,૫૦૦ ના સોનાના દાગીનાની ચોરી કરી લઇ ગયા હતા જેથી ભોગ બનનાર યુવકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ મહર્ષિ ટાઉનશિપ ગેઇટ નં -૦૧મા રહેતા ભગવાનભાઈ લાલજીભાઇ ગોહિલ (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૧-૨૦૨૪ ના સાંજના ચારેક વાગ્યથી ૧૫-૦૧-૨૦૨૪ ના સવારના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદીના ઘર દરવાજાનુ તાડુ તથા બારાથ તોડી કોઇ અજાણ્યો ઇસમ ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના ઘરના રૂમમાં રહેલ કબાટના અંદર નાના ખાનાનો લોક તોડી કબાટમાં રહેલ સોનાનો ચેઇન એક જેનુ વજન આશરે ૩ તોલા જેટલુ જેની કિંમત આશરે રૂ.૬૬,૦૦૦/- તથા સોનાની લાલ નંગ વાળી નાની-મોટી વીંટી બે તથા અન્ય એક મુગટ વાળી વીંટી એમ કુલ ત્રણ વીંટી જેનુ વજન આશરે પોણા ત્રણ તોલા જેની કિંમત આશરે રૂ.૬૦,૫૦૦/- તથા સોનાનુ વડ આકાર વાળુ વડવાળા લખેલ પેન્ડલ એક જેનુ વજન આશરે અડધો તોલા જેની કિંમત આશરે રૂ.૧૧,૦૦૦/- એમ કુલ રૂપીયા રૂ.૧,૩૭,૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. જેથી ભોગ બનનાર ભગવાનભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.