હળવદમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા; રૂ.1.44 લાખના દાગીનાની ચોરી
હળવદના આનંદ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોના ચાંદીના દાગીના મળી કુલ કિં રૂ. ૧,૪૪,૦૦૦ ના મત્તામાલની ચોરી કરી નાસી ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી (ઉ.વ.૪૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદિના ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલ કબાટના લોકરમાંથી સોનાના દાગીના જેમા ત્રણ તોલાનુ મંગળસુત્ર કિ.રૂ.૬૦,૦૦૦/-તથા ત્રણ તોલાનો ગળામા પહેરવાનો હાર તથા બુટી કિ.રૂ.૬૦,૦૦૦/-તથા પાંચ ગ્રામની આગળીમા પહેરવાની ત્રણ વિટી કિ.રૂ.૧૦,૦૦૦/-તથા હાથમા પહેરવાના સોનાની ચીપ વાળા પાટલા ૧ જોડી કિ.રૂ. ૧૦,૦૦૦/-તથા સોનાની ચીપ વાળી ચાર ચૂડલી કિ.રૂ.૨૦૦૦/- તથા ચાદીના સાકળા પંચાસ ગ્રામના કિ.રૂ.૨૦૦૦/-મળી કુલ કિ રૂ.૧,૪૪,૦૦૦/-મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.