હળવદમાં રહેણાંક મકાનમાંથી રૂ. 2.66 લાખના સોનાના દાગીનાની ચોરી
હળવદ: હળવદ સોનીવાડમા આધેડના રહેણાંક મકાનમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂ.૨,૬૬,૦૦૦ ના સોનાના દાગીના ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ હળવદ સોનીવાડમા હનુમાનજીની ડેરી પાછળ રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવે (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ રાત્રીના સમયે ચોરી કરવાના ઇરાદે ફરીયાદીના મકાનમાં ગૃહ પ્રવેશ કરી મકાનના અંદર આવેલ રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ સામાન વેરવિખેર કરી સેટીમાં રાખેલ, થેલામાં મુકેલ સોનાના દાગીના જેમા (૧) સોનાની વિટી નંગ-૨ જેમા એક ડાયમંડ વાળી છે અને એક સાદી છે જે બંનેનો વજન આશરે ૧૪ ગ્રામ છે જેની આશરે કિ.રૂા.૭૦,૦૦૦/- તથા (ર) મંગળસુત્ર જે આશરે ૨૩ ગ્રામનું છે જેની આશરે કિ. રૂા. ૧,૧૬,૦૦૦/- (૩) સોનાની ચાર જોડી બુટી જેમા એક ડાયમંડ વાળી છે તથા બીજી ત્રણ સાદી સોનાની જે તમામ બુટીનો વજન આશરે ૧૫ ગ્રામ છે જેની આશરે કિ.રૂા. ૭૫,૦૦૦/- (૪) એક ઇંગ્લીશમાં એચ લખેલ પેન્ડલ જેનું વજન આશરે ૧ ગ્રામ જેની આશરે કિ.રૂા.૫,૦૦૦/- જે તમામ સોનાના દાગીનાનું વજન આશરે ૫૩ ગ્રામ જેની કુલ કિ.રૂા. ૨,૬૬,૦૦૦/- ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.