Wednesday, October 30, 2024

હળવદમાં રહેણાંક મકાનમાંથી 4 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે વચારી તલાવડી સામે રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી ૪ કિલો ૪૯૦ ગ્રામ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે વચારી તલાવડી સામે રહેતા આરોપી પ્રદિપભાઇ ઉર્ફે પ્રદ્યુમ્ન ઉર્ફે પદુબાપુ ઇશ્વરદાસ વૈષ્ણવ (ઉ.વ.૭૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન ૪ કિલો ૪૯૦ ગ્રામ કિં રૂ. ૪૪,૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૬૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી),૨૦(૨)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર