હળવદમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો ઈસમ પાટણથી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમ પાટણથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશનના સને ૨૦૨૦ ના ગુનામાં નાસતો ફરતો આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ઉર્ફે સેનસિંહ ભવરસિંહ ચૌહાણ રહે, સાંચૌર તા.જી.સાંચોર (રાજસ્થાન) વાળાને પાટણથી હળવદ પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.