હળવદમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ: હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં રહેતા આરોપી કિશનભાઇ ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા (ઉ.વ.૨૬) એ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૯ કિં રૂ. ૧૭૧૫૦ તથા ચપલા નંગ -૧૫ કિં રૂ. ૧૫૦૦ મળિ કુલ કિં રૂ.૧૮૬૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી કિશનભાઇ ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયાને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.