Friday, September 20, 2024

હળવદમાં નકલી મીઠું વહેંચવાનું વધું એક કૌભાંડ ઝડપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ટાટાના પેકિંગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને તેમાં નકલી મીઠું ભરીને તેનું વેચાણ થતું હોવાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ દિલ્હી સ્થિત અનુસંધાન ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ. ખાતે IPR એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવતે સાગર કેમ ફૂડ ઈન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામા ક્રીશ્ર્નારામ ચૌધરી (ઉ.વ.૩૩) મૂળ રાજસ્થાનના વતની અને હાલ રહે. ગીરનારીનગર મકાનનં -૬૪ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૧૨ ૨૦૨૩ ના રોજ આરોપીએ ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટીફીકેટ ન હોવા છતા પોતાની સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ MAHAVEER TULSI Shakti SALT લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ – ૩૮ કી.રૂ. ૧૧,૪૦૦/- તથા આશરે ૭,૨૦૦/- ખાલી વેસ્ટેજ પાઉચ જેની કી.રૂ. ૦૦,૦૦ તથા કી.રૂ. ૧૧,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩,૬૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર