Sunday, September 22, 2024

હળવદમાં ભેળશેળ યુક્ત નશાકારક શીરપનુ ઉત્પાદન કરી વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા; એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદમાં ઇથાઇલ આલ્કોહોલ તથા આઈસો પ્રોપાઈલ આલ્કોહોલની ભેળસેળ કરી જે બોટલો ઉપર ૧૦૦% હર્બલ ના નામનું લેબલ લગાડી ખરેખર ૧૦૦% હર્બલ ના હોવા છતાં તેના ખોટા નામનો લેબલ લગાડી ભેળશેળ યુક્ત નશાકારક પ્રવાહી ભરી શીલ કરી મોટો જથ્થો ઉત્પાદન કરી આ બોટલોનો ખરા તરીકે ઉપયોગ કરી વેચાણ કરતા બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આરોપી રાજેશભાઈ ડાયાભાઇ સોનાગ્રા (ઉ.વ.૪૨) રહે. ચરાડવા ગોપાલનગર તા. હળવદ તથા હિતેશભાઈ અમરશીભાઈ લાલુકિયા (ઉ.વ.૩૧) રહે‌. રામકો વિલેજ ઘુંટુ તા. મોરબી તથા પ્રણવભાઈ શાહ રહે. રાજકોટવાળા તથા તપાસ દરમ્યાન ખુલ્લે તે આરોપીઓએ મળી એક બીજાએ ગુનામાં મદદગારી તથા મીલાપીપણુ કરી એક બીજાના આર્થિક લાભ મેળવવા માટે લાયસન્સ વગર આયુર્વેદીક શીરપની જુદી જુદી Ashvashavતથા KAL MEGHASAVA ASAVA-ARISHTA વાળી બોટલો તથા તેમાં ભરેલ કેફીપીણાનુ ઉત્પાદન કરી ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલની ભેળસેળ કરી જે બોટલો ઉપર “૧૦૦% હર્બલ” ના નામનુ લેબલ લગાડી ખરેખર ૧૦૦ % હર્બલ ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આ લેબલમાં દર્શાવેલ સરનામે “શ્રી આયુર્વેદિક હેલ્થ કેર” હાલમાં અસ્તીત્વમાં ન હોવા છતા તેના નામના ખોટા લેબલ (દસ્તાવેજ) તૈયાર કરી બોટલ ઉપર લગાવી તેમાં ભેળસેળ યુક્ત નશાકારક પ્રવાહિ ભરી શીલ કરી મોટા જથ્થાનુ ઉત્પાદન કરી આ બોટલોનો ખરા તરીકે ઉપયોગ કરી નશાકારક પ્રવાહીનુ આમ જનતામાં ગેર કાયદેસર નશાયુક્ત પ્રવાહીનુ વેચાણ કરતા તમામ આરોપી રાજેશભાઈ ડાયાભાઇ સોનાગ્રા (ઉ.વ.૪૨) રહે. ચરાડવા ગોપાલનગર તા. હળવદ તથા હિતેશભાઈ અમરશીભાઈ લાલુકિયા (ઉ.વ.૩૧) રહે‌. રામકો વિલેજ ઘુંટુ તા. મોરબીવાળાને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ પ્રણવભાઈ શાહ રહે. રાજકોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૬૭(ક) તથા આઇ.પી.સી. કલમ- ૨૭૨, ૨૭૩, ૪૦૬,૪૬૫, ૪૬૮,૪૭૧, તથા ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ ની કલમ ૩૩ઇ, ૩૩ઇઇ, ૩૩ઇઇએ, ૩૩ આઇ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર