હળવદમાં અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ અમરેલીથી ઝડપાયો
હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ / દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી જિલ્લા ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ પો. સ્ટે. એ પાર્ટ આઇ.પી.સી. કલમ- ૩૬૩, ૩૭૬(૨), જે.એમ, ૩૭૬(૩),૧૧૪ તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમની કલમ – ૪.૫(એલ), ૬ વિ. મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી ગોવિંદ પર્વતભાઇ નાયક રહે. અણીયાદ તા.શહેરા જી.પંચમહાલ વાળો હાલે અમરેલી જિલ્લાના તલાલી ગામની સીમમાં રહેતો હોવાની ચોકકસ અને બાતમી મળતા જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ સ્ટાફે જઇ તપાસ કરતા અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ગોવિંદ પર્વતભાઇ નાયક ઉ.વ. ૨૮ રહે. અણીયાદ તા. શહેરા જી. પંચમહાલ વાળો મળી આવતા આરોપીને હળવદ પોલીસ સ્ટેશન લાવી બી.એન.એન.એસ કલમ ૩૫ (૨) જે મુજબ અપહરણ /દુષ્કર્મના ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ / દુષ્કર્મ ના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.