હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો; નવ ગામોને કરાયા એલર્ટ
હળવદ: હળવદ વિસ્તારમાં આવેલ બ્રાહ્મણી-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો હોવાથી ડેમના હેઠવાસમાં આવતા ૦૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં સારા વરસાદને લીધે હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-૦૨ ડેમ રૂલ લેવલ મુજબ ૯૦ ટકા ભરાયો ગયો છે અને ડેમમાં ૩૩૫ ક્યુસેકની આવક અને ૮૦ ક્યુસેકની જાવક નોંધાઈ છે ત્યારે ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે જેથી યોજનાના નીચવાસમાં આવતા ગામો સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ સહિતના ગામોને સતર્ક રહેવા અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.