હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી રોહિતભાઈ હરજીભાઈ સીણોજીયા (ઉ.વ.૨૫) રહે. રાયધ્રા ગામ તા. હળવદવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૨૧ કિં રૂ. ૨૧૦૦ તથા બીયર ટીન નંગ -૧૦ કિં રૂ. ૧૦૦૦ મળી કુલ કિં રૂ.૩૧૦૦ ના મુદ્દામાલ સાથે સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.