હળવદના રાતાભેર ગામે અગાઉના ઝઘડાનું ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને આરોપીઓએ ધાર્યા વડે ઈજા કરી હતી તથા યુવકને છોડાવવા વચ્ચે પડેલ સાથીઓને પણ માર માર્યો હતો જેથી ભોગ યુવકે આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રફુલભાઇ જેશીંગભાઈ કેરવડીયા (ઉ.વ.૩૭) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ દિલીપભાઈ ઇંદરીયા, અશ્વિનભાઈ ઓધવજીભાઈ ઇંદરીયા, જેમાભાઈ રૂપાભાઈ ઇંદરીયા તથા જગદીશ ઉર્ફે બહુરૂપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૦-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીના ઘર પાસે આવેલ પાણીની ટાંકી આગળ આરોપીઓ તેમની પાસે આવી તુ અને તારા બાપા તમારા જમાઈ સંજયભાઈનુ ઉપરાણું લઈને અગાઉ કેમ મારી સાથે લપ કરેલી તેમ કહી ગાળો આપતા ફરીયાદિએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી રાજુભાઈએ ફરીયાદીને ધાર્યું માથામાં મારી ગંભીર ઈજા તથા ફેક્ચર કરી અન્ય આરોપીઓ ફરીયાદીને ધોકા તથા ગડદા પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ ફરીયાદીને છોડવવા વચ્ચે પડતા જેંશીભાઇને ધાર્યા વડે ઇજા કરી હતી અને છોડવવા વચ્ચે પડેલ દુધીબેન તથા વનીતાબેનને આરોપીઓએ ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.