Saturday, October 19, 2024

હળવદના નવા માલણિયાદ ગામે બે પક્ષો બાખડ્યા; સામસામે નોંધાઈ ફરીયાદ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: જર જોરૂને જમીન ત્રણ કજીયાના છોરુ ઉક્તિ મુજબ હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામની સીમમાં વાડીના રસ્તે ધુળ ભેગી કરવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે મારામારી થઈ હતી. જેથી બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલિણીયાદ ગામે રહેતા જગદીશભાઇ બળદેવભાઈ ડાભી (ઉ.વ.૪૨) એ આરોપી કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયા, કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયાનાં પત્ની, અશ્વિનભાઈ નાનજીભાઈ કણઝરીયા, અરવિંદભાઈ ઈશ્વરભાઈ, અરવિંદભાઈ ઈશ્વરભાઈનાં પત્ની, અશ્વિનભાઈ નાનજીભાઈ કણઝરીયાનાં પત્ની રહે. બધા નવા માલણિયાદ ગામ તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૧૫-૦૬-૨૦૨૪ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદીની વાડીનાં રસ્તે આરોપી કલ્પેશભાઈ તથા તેમના પત્ની કોદાળી પાવડાંથી ધુળ ભેગી કરતાં હતાં ત્યારે ફરીયાદિએ આરોપી કલ્પેશભાઈને રસ્તેથી ધુળ ભેગી કરવાની નાં પાડતાં જે આરોપી કલ્પેશભાઈને ન ગમતાં ઉશ્કેરાઈ જઈ ફરીયાદિને કોદાળી વડે મારમારી તથા આરોપીએ તેના સાથીઓને બોલાવી ફરીયાદીને સાંઘડી (ટામી) તથા પાવડાના હાથા વડે મારમારી ઈજા પહોંચાડી આરોપીઓએ ફરીયાદીને મારીને દાટી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જ્યારે સામા પક્ષે હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે રહેતા છાયાબેન કલ્પેશભાઇ કણઝારીયાએ તેમના જ ગામના આરોપી જગદીશભાઇ બળદેવભાઈ ડાભી, અરવિંદભાઈ બળદેવભાઈ ડાભી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા ‌૧૫-૦૬-૨૦૨૪ નાં રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાની વાડીનાં રસ્તાં બાજુ પાવડાથી ધોરીયા તથા પાળા બાંધતા હોય ત્યારે આરોપી જગદીશભાઇએ લાકડાંનાં હાથવાળુ સોરીયુ હાથમાં લઈને આવેલ અને ફરીયાદિને કહેલ કે અમારાં ખેતરમાથી ધુળ કેમ ભેગી કરો છો. તેમ કહી ગાળો બોલવા લાગેલ ફરીયાદિએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાયે જઈ ફરીયાદિ તથા સાહેદ ભાવનાબેન અને અશ્વિનભાઈને લોખંડના પાઇપ વડે મારમારી ફરીયાદિ તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર