હળવદના માથક ગામે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૬ ઇસમોને રોકડા રૂપીયા- ૩૭,૩૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને સંયુકતમાં મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માથક ગામની સીમમાં ભરતભાઇ જાલાભાઇ જાદુભાઇ કોળી રહે. રાયધ્રા તા. હળવદ વાળાના કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે જગ્યાએ રેઇડ કરી કુલ-૦૬ ઇસમો જાલાભાઇ જાદુભાઇ સિણોજીયા, સંદીપભાઇ રામજીભાઇ સિણોજીયા, ભીમાભાઇ રૂડાભાઇ સડાણીયા, માંડણભાઇ ભોજાભાઇ સિણોજીયા, ભરતભાઈ વસુભાઇ નંદેસરીયા રહે. પાંચેય રાયધ્રા તા. હળવદ જી. મોરબી તથા અજીતભાઇ મેઘજીભાઇ સોઢા રહે. નવા પીપળીયા તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૩૭,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક ઈસમ દીનેશભાઈ હીરાભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા ગામ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ- ૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.