હળવદના માથક ગામે વાડીએથી ઈલેક્ટ્રીક કેબલની ચોરી
હળવદ: હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાડીએથી મોટરનો ઈલેક્ટ્રીક કેબલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા રાજુભાઇ સુખાભાઈ બોરણિયા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ ઉધડમા રાખેલ વાડીમાં મોટરનો ઈલેક્ટ્રીક કેબલ આશરે ૭૧ મીટર જે એક મીટર ની કિ.રૂ.૨૦૦/- લેખે ૭૧ મિટરની કુલ્લે કિ.રૂ!. ૧૪૨૦૦/- ની મતાની કોઇ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.