હળવદ: હળવદ તાલુકાના માણેકવાડા ગામેથી ઈંગ્લીશ દારૂના છ ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામથી ઓડ ગામ જવાના કાચા રસ્તા પરદી વિદેશી દારૂના ચપલા નંગ -૦૬ કિં રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સવસીભાઈ પભાભાઈ કટોણા (ઉ.વ.૨૦) રહે. માણેકવાડા ગામ તા. હળવદવાળા ને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

