હળવદના ડુંગરપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયાં; છ ફરાર
હળવદ: હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ધાવડી માતાજીના મંદિર બહાર ચોગાનની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ ઇસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ધાવડી માતાજીના મંદિર બહાર ચોગાનની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઈસમો મનસુખભાઇ શીવાભાઇ સારલા ઉ.વ.૩૦, રણજીતભાઇ હેમુભાઇ ફીસડીયા ઉ.વ.૨૨, શાંતીલાલ મગાભાઇ મારૂણીયા ઉ.વ.૪૨, રહે. ત્રણે ડુંગરપુર ગામ, તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૮૧૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય છ ઇસમો રણજીતભાઇ ડાયાભાઇ વિઠલાપરા, કાળુભાઇ હેમુભાઇ ફીસડીયા, વિક્રમભાઇ ગણેશભાઇ મારૂણીયા, રમેશભાઇ પ્રભુભાઇ વિઠલાપરા, મસાભાઇ ભાવુભાઇ આકરીયા, અનિલ ગોરધનભાઇ મારૂણીયા રહે-ડુંગરપુર તા. હળવદવાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.