Sunday, September 22, 2024

હળવદના ઢવાણા નજીક દારૂ/બીયરની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયે રોડ ઉપર ટ્રેક્ટરમા વિદેશી દારૂ/બીયરનો જથ્થો રાખી હેરાફેરી કરતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઈડ કરતા હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા નજીક આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા ટ્રેક્ટર રજીસ્ટર નંબર -જીજે-૧૩-ઈઈ-૫૨૯૭ વાળાની ટોલી સહિત કિં રૂ. ૨,૭૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ.૮૪૦૦ તથા બીયર ટીન નંગ -૧૨ કિં રૂ.૧૨૦૦ મળી કુલ કિં રૂ.૯૬૦૦ તથા ટ્રેક્ટર ટ્રોલી સહિત કુલ કિં રૂ.૨,૭૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ડાયાભાઇ ગોપાલભાઈ પઢિયાર (ઉ.વ.૩૬) રહે. શિરોઈ તા. હળવદવાળાને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સુખેદવસિંહ ઉર્ફે એસ.પી.પથુભા ચાવડા રહે. કોયબા તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર