હળવદના ચરાડવા ગામે મહાકાળીમાંના મંદિરમાંથી રૂ. 75 હજારના મત્તાની ચોરી
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીનાં બે છતર જેની કુલ કિંમત રૂ.૭૫૦૦૦ ના મત્તામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (ઉ.વ.૩૨) રહે. ગીરીરાજ સોસાયટી ઉમા ટાઉનશિપની બાજુમાં સર્કીટ હાઉસ રોડ મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઇસમે ચરાડવા મહાકાળી આશ્રમમાં મહાકાળી માતાજીના મંદીરના અંદરના દરવાજાનું તાડુ તોડી મંદીરમા પ્રવેશ કરી મંદીરમાં રહેલ ચાંદીના બે છતર જેમાં એક ચાંદીના છતરનો વજન બે કીલોગ્રામ જેની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા બીજા ચાંદીના છતરનો વજન એક કિલોગ્રામ કિ.રૂ.૨૫,૦૦૦/-એમ કુલ કિ.રૂ.૭૫,૦૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.