હળવદમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર
હળવદ: હળવદ રીલાયન્સ પેટ્રોલપંપની સામે લાભ કોમ્પલેક્ષમા આવેલ દુકાન સામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમી મળેલ કે આરોપીએ પોતાની દુકાન સામે બાવળની કાંટમાં વિદેશી દારૂ બીયરનો જથ્થો છુપાવેલા છે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી અંકિતભાઈ નરેન્દ્રભાઇ રામાવત રહે. નાલંદા સ્કુલ આગળ, શિવાલીક સોસાયટી હળવદવાળાએ હળવદ રીલાયન્સ પેટ્રોલપંપની સામે લાભ કોમ્પલેક્ષમા આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાન નંબર -૨૫ સામે બાવળની કાંટમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૪૨૦૦ તથા બીયર ટીન નંગ -૭૭ કિં રૂ. ૭૭૦૦ મળિ કુલ કિં રૂ. ૧૧,૯૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.