હળવદ: હળવદ નજીક આવેલ વનવગડો હોટલની પાછળ નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગોપાલભાઇ માંગીલાલભાઇ વાસકેલા ઉ.વ.૨૦ હાલ રહે. સિધ્ધિ વિનાયક સોસાયટી હળવદ તા.હળવદવાળો વનવગડો હોટલની પાછળ કોઇપણ કારણોસર નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબી જતા ગોપાલભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

