Friday, February 14, 2025

હળવદ મોરબી ચોકડી ખાતે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ મોરબી ચોકડી ખાતેથી રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમા ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટાટા ટ્રેઇલર નંબર- RJ-27-GB-2539 વાળીમાં માટી ભરેલ છે તે ટ્રેઇલરના નીચેના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફથી મોરબી તરફ જનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે હળવદ મોરબી ચોકડી ખાતે વોચમાં રહી બાતમી વાળુ ટાટા ટ્રેઇલર નંબર- RI-27-GB-2539 વાળાને રોકી ચેક કરતા તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ -૭૨ કિં રૂ. ૧૦૬૦૮૦ તથા બીયર ટીન નંગ -૭૨ કિં રૂ.૭૨૦૦ તથા કુલ કિં રૂ.૧,૧૩,૨૮૦ તથા અન્ય મુદ્દામાલ મળી ૬,૧૮,૨૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી તખતસિંગ શંભુસિંગ ચુંડાવત રાજપુત ઉવ.૪૭ રહે.માદરી દેવસ્થાન તા.જી.રાજસમંદ રાજસ્થાનવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા આરોપી માલ મંગાવનાર મુસ્તાક રહે. મોરબીવાળાનુ નામ ખુલતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર