Saturday, September 21, 2024

હળવદ: ટ્રકની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા છ ઈસમો રૂ. 20.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે ટ્રક ટ્રેઇલરોની ટાંકીમાંથી ડીઝલ કાઢી ચોરી કરતા કુલ કિ.રૂ. ૨૦,૪૬,૪૨૦/- ના મુદામાલ સાથે છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, સુખપર ગામ નજીક કનૈયા હોટલ ખાતે હોટલ માલિક તથા હોટલની કામદાર ટ્રેઈલરના ડ્રાઈવરો સાથે મળી ગુનાહીત કાવત્રુ રચી ટ્રક ટ્રેઈલરના માલિક સાથે વિશ્વાસઘાત કરી હોટલ માલિક તથા હોટલનો કામદાર ડ્રાઈવરો પાસેથી ટ્રક ટ્રેઈલરની ડીઝલની ટાંકીમાંથી ડિઝલની ચોરી કરી-કરાવી ડ્રાઇવરો પાસેથી ઓછી કિંમતે ડિઝલની ખરીદી કરી, પોતે ખરીદ કરેલ ડિઝલ પોતાના હવાલાવાળી હોટલમાં સંગ્રહ કરી, અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેંચી આપી માણસોની જીંદગી જોખમાય તે રીતે ફાયર સેફટીના કોઇપણ સાધનો કે કોઇ લાયસન્સ પરમીટ વગર ડિઝલ વધુ જથ્થામાં સંગ્રહ કરી પોતાના હવાવાવાળી હોટલમાં રાખી વેંચાણ કરી કરાવી ગુન્હો આચરી રહેલ છે. તેવી ભરોસાપાત્ર, બાતમીના આધારે રેઇડ કરતા ડીઝલ લીટર ૧૧૫ કિ.રૂ. ૧૦,૫૮૦/, 22-GJ-12-8W-2620 કિં રૂ.૧০,০০,০০০/- તથા ટ્રેલર રજીસ્ટર નંબર – GJ-12-BW-2421 કિં રૂ.૧०,००,०००/-, મોટરસાયકલ રજીસ્ટર નંબર.-13 KK-3097 B.૨०,०००/, મોબાઈલ ફોન નંગ- ૦૬ કિ.રૂ.૧૫,૫૦૦/-, પ્લાસ્ટીકના અલગ અલગ લીટરની ક્ષમતા વાળા ખાલી કેરબા નંગ-૧૭ કિ.રૂ.૩૪૦/-, પ્લાસ્ટીકની પારદર્શક નળી મળી કુલ કિં.રૂ. ૨૦,૪૧,૪૨૦/- નો મુદામાલ સાથે છ ઇસમો જયેશભાઈ બાબુલાલ સિંધવ ઉ.વ.૪૦ રહે.ચોત્રાફળી ભેણીનો ઢાળ હળવદ, જી.મોરબી, કિશનભાઈ મગનભાઈ જાદવ ઉ.વ.૪૦ હાલ રહે. સુખપર ગામ કનૈયા હોટલ તા.હળવદ જી મોરબી, સરવનસિંહ ગીતાસિંહ રાવત ઉ.વ.૩ર રહે. નાબરી તા.ભીમ જીરાજ સમત રાજસ્થાન, કિશનસિંહ બાબુસિંહ રાવત ઉ.વ.૨૪ રહે. નાબરી તા.ભીમ જી રાજ સમત રાજસ્થાન, બલવીરસિંગ માંગુસિંગ રાવત ઉ.વ.૨૮ રહે, નાબરી તા.ભીમ જી.રાજ સમત રાજસ્થાન, મદનસિંહ મોહનસિંહ રાવત ઉ.વ.૨૮ રહે. નાબરી તા.ભીમ જી.રાજ સમત રાજસ્થાનવાળાને ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. ધારા તળે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર