હળવદ ટાઉનમાંથી યુવકનું અપહરણ કરનાર ચાર આરોપીને ઝડપી પોલીસે યુવકને છોડાવ્યો
હળવદ : હળવદ ટાઉનમાંથી અપહરણ કરી નાસી ગયેલ ચાર આરોપીઓને પકડી પાડી ભોગ બનનારને હળવદ પોલીસે છોડાવ્યો.
ગઈકાલ તા.૦૨/૦૬/૨૦૨૪ ના રોજ આ કામના ફરીયાદી ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ તથા તેમના મિત્ર રવિભાઈ બાવનજીભાઈ સાકરીયા વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલ ધ હિન્દુ બ્રાંન્ડ નામની દુકાન સામે હાજર હતા. ત્યારે એક સફેદ કલર ની મારૂતી વેગનઆર કાર નંબર. જી.જે.૧૩.એન.૪૬૨૨ મા ચાર માણસો ઉતરી આવી રવીભાઈ સાથે કોઈ બાકી પૈસાની વાતચીત કરી ભુંડી ગાળો આપી પોલીસ સ્ટેશન જવાનું બહાનું કરી પરાણે રવીભાઈને તથા ફરીયાદીને તેમની મરજી વિરૂધ્ધ કારમાં બેસાડી લઈ જઈ ફરીયાદિને રસ્તામા ચુલી ગામ બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈ રવીભાઈ ને ધ્રાંગધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો આચરેલ હોય જે અંગે હળવદ પો.સ્ટે. એ પાર્ટ ઈ.પી.કો કલમ- ૩૬૫,૫૦૪,૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો.
આ બનાવ અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરવા તથા આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, તે અન્વયે ખાનગી બાતમી તેમજ ટેકનીકલ સોર્સ મારફતે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મેહુલ ગોવિંદભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે-અંકેવાળીયા તા-લીંબડી જી-સુરેન્દ્રનગર, પૃથ્વીરાજ પ્રવિણભાઇ કંબોયા ઉ.વ.૧૯ રહે-સાંકળી તા-વઢવાણ જી-સુરેન્દ્રનગર, રોહનભાઇ વિનોદભાઇ પટેલ ઉ.વ.૨૧ રહે-ગામ-અંકેવાળીયા તા-લીંબડી જી-સુરેન્દ્રનગર, દીપકભાઇ કરશનભાઇ રાઠોડ રહે-વાડલા તા-વઢવાણ જી- સુરેન્દ્રનગરવાળાને હળવદ પોલીસ સ્ટેશન ટીમે સુરેન્દ્રનગર ખાતે બસ સ્ટેશન પાસે જાહેરમાંથી વાહન મુદામાલ તથા ભોગબનનાર સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.