હળવદ તાલુકા પંચાયતની કારોબારી સમિતીના ચેરપર્સનનો પતિ નશાની હાલતમાં ઝડપાયો
હળવદ:હળવદ તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરપર્સનનો પતિ નશાની હાલતમાં કાર લઈને રોડ પર નીકળી ગયો હતો બાદમાં પોલીસ ઉપર રોફ જમાવતા પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવી સતાનો નશો ઉતારી જેલ હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ હળવદના રણોછડગઢમાં રહેતા મહેશ દેવકરણભાઈ કોપેણીયા (ઉ.વ.૩૧) પોતાની ૩૬-એએલ-૧૦૩૩ નંબરવાળી બલેનો કાર કેફી પીણું પીધેલ હાલમાં ચલાવી નીકળ્યો હતો તે દરમ્યાન પોલીસે રોકતા તે તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરપર્સનનો પતિ હોય તેમ જણાવી પોલીસ પર રોફ જમાવ્યો હતો જેથી પોલીસે આરોપી મહેશને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી પાસે લાયસન્સ સહિતના પુરાવા માંગતા ન હોય જેથી લાયસન્સ વગર કેફી પીણું પીધેલ હાલતમાં ગાડી ચલાવવા મામલે એમવી એક્ટ અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી બલેનો કાર કબ્જે કરી જેલ હવાલે કરાયો હતો.