હળવદ સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસડૉડાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
હળવદ: હળવદ સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માકદ પાદર્થ પોશડોડાના ૯૯ કિલો ૬૮૦ ગ્રામનો મોટા જથ્થો ટ્રકમાં લઈ જતા બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. તેમજ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, એક ટાટા ટ્રક નંબર RJ-39-GA-6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જનાર છે. ટ્રકમાં એક ડ્રાઇવર તથા એક ક્લીનર સવાર છે તે બન્નેના કબ્જા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ભરી નિકળનાર છે. જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એસ.ઓ.જી.ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં રહેતા ટ્રકમાથી વનસ્પતીજન્ય માદક પદર્થ પોસ ડોડાનું ચોખુ વજન ૯૯ કિલો તથા ૬૮૦ ગ્રામ કિ.રૂ.૨,૯૯,૦૪૦/, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/, ટાટા ટ્રક રજીસ્ટર નં- RJ-39GA-6051 જેની કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦ /- મળી કુલ કિંમત રૂપીયા- ૨૩,૦૯,૦૪૦/-ના મુદામાલ સાથે આરોપી દેદારામ નારણારામ ઉ.વ-૪૦ રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી બાડમેર તથા બાબુલાલ ગંગારામ જાટ ઉ.વ ૨૬ રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી. બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ નવલારામ ગોદારાનું નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(સી), ૨૯ મુજબની હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.