Sunday, October 27, 2024

હળવદની સરા ચોકડી પાસે આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ સરા ચોકડી પાસે રીક્ષાના ભાડા બાબતે બાબલ કરી આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો હતો જેથી ભોગ બનનાર આધેડે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા ધીરૂભાઇ દેવશીભાઇ શિહોરા (ઉ.વ.૫૭) એ આરોપી વિપુલભાઈ શકુભાઈ મેવાડા, મુન્નાભાઈ દિલીપભાઈ રાજપરા તથા મુકેશભાઈ ચંદુભાઈ મકવાણા રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે રીક્ષાના ફેરા કરતા આરોપી વિપુલભાઈ તથા મુન્નાભાઈ એ ૬૦૦ રૂપીયા પેસેન્જરો પાસે ભાડુ નક્કી કરતા પેસેન્જરો તેમની રીક્ષામાં નહી બેસતા થોડીવાર પછી ફરીયાદી આવીને ૪૦૦ રૂપીયા ભાડુ નક્કી કરતા પેસેન્જરો તેમની રીક્ષામાં બેસી જતા જે આરોપી વિપુલભાઈ તથા મુન્નાભાઈને સારૂ નહી લાગતા ફરીયાદીને મા બેન સમાણી ભુંડા બોલી ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી આરોપી વિપુલભાઈએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીના જમણા ગાલે લાફો મારી મુંઢ ઇજા કરી અને આરોપી મુકેશભાઈને બોલાવતા તેને પણ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપીને રીક્ષામાંથી ધોકા કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર ધીરૂભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૨૯૪ એ, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર