હળવદ પોલીસ દ્વારા પ્રજાજનો માટે લોન મેળાનુ આયોજન કરાયું
હળવદ: હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે મિટિંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હળવદની અલગ અલગ બેંકનાં 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ લોનમેળામાં હાજર રહ્યા હતાં. જુદી જુદી બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના 22,00,000-/(બાવીસ લાખ) જેટલા રૂપિયાના ચેક આપવામાં આવેલ હતાં. અને તમામ લોકોને લોન બાબતે માહિતી આપવામાં આવેલ હતી તેમજ આ લોન મેળામાં આશરે 250 થી વધારે નગરજનોએ ભાગ લીધો હતો.