હળવદ પંથકમાં બે શખ્સોએ યુવતીની છેડતી કરી
હળવદ: હળવદ વિસ્તારમાં યુવતી પોતાની વાડીએથી ભેંસો લઈ ગામમાં આવવા નીકળેલ ત્યારે કેનાલમાં નાહતા બે શખ્સોએ યુવતીનો પીછો કરી પાછળ થપાટ મારી છેડતી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતી યુવતીએ આરોપી રામજીભાઈ તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની વાડીએથી ભેંસો લઈ ગામમાં કેનાલ રોડ પર થઈને ઘરે આવવા નિકળેલ ત્યારે કેનાલમાં બે છોકરાંઓ નાહતાં હતાં.ત્યારે ફરીયાદિને જોઇ આ બન્ને જણાએ તાળી પાડેલ પરંતુ ફરીયાદીએ ધ્યાન આપેલ નહી. અને ફરીયાદી પોતાનાં ઘર તરફ ચાલવા લાગેલ અને થોડે દુર ગયેલ ત્યારે તાળી પાડનાર બન્ને આરોપીઓએ મોટર સાઈકલ લઈ નિકળેલ અને ફરીયાદીનો પિછો કરી ચાલતાં મોટર સાઈકલે ફરીયાદીને પાછળ થાપાનાં ભાગમાં આરોપીએ થપાટ મારી છેડતી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.