હળવદ નજીક રોડ પરથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: અમદાવાદ – મોરબી હાઇવે રોડ હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે બે ઇસમોને મોરબી એસ.ઓ.જી . ટીમે ઝડપી પાડયા છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત રહે મોરબી ખત્રીવાડ શેરી નં.૬ વાળો તથા અહેમદ દાઉદભાઇ સુમરા રહે ગુલાબનગર વીસીપરા મોરબી વાળા બન્ને ગ્રે કલરની મારૂતી બ્રેજા કાર નંબર GJ-36- AC-4325 વાળીમાં ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી સાથે લઇને અમદાવાદ થી મોરબી તરફ આવનાર છે જે મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં કરતા બે ઇસમો કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત રહે મોરબી ખત્રીવાડ શેરી નં.૬ વાળો તથા અહેમદ દાઉદભાઇ સુમરા રહે ગુલાબનગર વીસીપરા મોરબી વાળાને નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વજન ૭૯ ગ્રામ ૬૮ મીલીગ્રામ જેની કિ.રૂ.૭,૯૬,૮૦૦/, રોકડા રૂપીયા ૪૧,૦૦૦/, મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૧૦૦૦/, મારૂતી બ્રેઝા કાર નં-GJ-36-AC-4325 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૧૩,૪૮,૮૦૦ના મુદામાલ સાથે મળી આવતાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમોને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.