Friday, January 10, 2025

હળવદ મોરબી ચોકડી રોડ પરથી ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ દારૂ-બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ મોરબી ચોકડી રોડ ઉપરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૦૭ કિ.રૂ.૨,૫૨,૨૮૦/- તથા બીયરના ટીન કુલ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૭,૮૮,૫૮૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટ્રક ટ્રેઇલરમાં નંબર-RJ-19-GE-8765 વાળામાં માટીની આડમાં ઇંગ્લીશ દારૂ / બીયરનો જથ્થો ભરી અમદાવાદ તરફથી મોરબી તરફ આવે છે. તેવી ચોકકસ બાતમીના મળેલ હોય જેથી એલ.સી.બી. સ્ટાફ તથા અધિકારી હળવદ મોરબી ચોકડી ખાતે વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી ટ્રક ટ્રેઇલરમા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૦૭ કિ.રૂ.૨,૫૨,૨૮૦/- તથા બીયરના ટીન કુલ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૭,૮૮,૫૮૦/- ના મુદામાલ સાથે આરોપી સીયરામ ઉર્ફે મુકેશ દીનારામ રામુભાઈ જાજડા ઉવ-૨૮ રહે.ગગરાના તા.મેડતા જી.નાગોર રાજસ્થાનવાળાને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ રામકિશોર ઉર્ફે શેટીરામ જાટ રહે.બીટન ગામ તા.મેડતા જી.નાગોર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર