હળવદમાં જુની બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઈપ વડે મારમાર્યો
હળવદ: હળવદ ભવાનીનગર ઢોરામા યુવક સાથેની જુની બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને સ્ટીલના પાઈપ વડે મારમાર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકના પત્ની એ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદના સુનીલનગરમા રહેતા ચંદ્રીકાબેન મુકેશભાઈ કુરીયા (ઉ.વ.૪૦) એ આરોપી અજયભાઇ જીવરાજભાઈ કુંઢીયા તથા ગગજી જીવરાજભાઈ કુંઢીયા રહે. બન્ને ભવાનીનગર ઢોરામા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૫ -૨૦૨૪ ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે ફરીયાદીના પતિને જુની બાબતનો ખાર રાખી ફરીયાદીના પતિ આરોપીઓના ઘર બાજુ જતા રાજુભાઇના ઘરે વજનકાંટો લેવા માટે જતા આરોપી અજયએ સ્ટીલનો પાઇપ તથા આરોપી ગગજીએ લાકડાનો ધોકો લઇને આવી ફરીયાદીના માથાના ભાગમાં ફુટની ગંભીર ઇજા કરી તથા શરીરના અન્ય ભાગે મુંઢ ઇજા કરી ભુંડા બોલી ગાળો આપી હતી. જેથી ભોગ બનનાર યુવકની પત્ની ચંદ્રિકાબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫,૩૨૪, ૩૨૩,૨૯૪,(એ),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.