Thursday, January 9, 2025

હળવદના માલણીયાદ કલસ્ટરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સંપન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના માલણીયાદ સીઆરસી કક્ષાનો રણમલપુર પ્રાથમિક શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023-24 નો યોજાયો જેમાં સીઆરસી માં સમાવિષ્ઠ 12 પ્રાથમિક શાળાઓ નાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી

આ તકે હળવદ બીઆરસી કો ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, હળવદ કે.ની.સુનીલભાઈ મકવાણા, બીઆરપી પ્રજ્ઞા હરદેવસિંહ પરમાર, સી.આર.સી. ઢવાણા જીતુભાઈ મેર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે રણમલપુર પ્રાથમિક શાળાએ મુલાકાત લેવામાં આવી તથા આમંત્રિત મહેમાનો દ્વારા ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારવામાં આવી અને તમામ બાળકોને શિલ્ડ,પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ તકે 12 પ્રાથમિક શાળાઓ દ્વારા ઉષ્મા અને તાપમાન,સોલાર રૂફ્ટોપ, હાથના સ્નાયુઓની પ્રક્રિયા,લિફ્ટ,LBD કિટ માંથી મોડેલ બનાવવા,જમીનનું ધોવાણ અને સંરક્ષણ, શ્વસનતંત્રનું મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

આ તમામ આયોજન માલણીયાદ સીઆરસી કો ઓર્ડીનેટર હરમિતભાઈ પટેલ અને રણમલપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ વરમોરા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર