હળવદ માળિયા હાઈવે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત
હળવદ : હળવદ માળિયા હાઈવે રોડ ઉપર હરી દર્શન ચોકડી પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એક યુવાનને ઈજા પહોંચી હતી જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સામાત્રા ગામે રહેતા નથુભાઈ હમીરભાઇ રબારી (ડ્રાઈવર) એ આરોપી સોમાભાઈ બીજલભાઈ રબારી રહે. મેઘપર તા. લખપત જી. કચ્છવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૪-૨૦૨૪ ના રોજ એકાદ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના કબજા- હવાલા વાળા ટાટા કંપનીના ટ્રક રજીસ્ટર નં- GJ-12-AZ-7209 વાળાને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પોતાની આગળ જઇ રહેલ ટ્રકના ઠાઠામાં ભટકાડી ફરીયાદીને જમણી બાજુ આંખ નીચે સામાન્ય મુંઢ કરી તથા પોતાને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી પોતાનુ મોત નિપજાવ્યું હતું. જેથી આ બનાવ અંગે નથુભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ), તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.